///

રાજ્ય સરકારે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટમાં આપી મોટી રાહત, કિંમતમાં કર્યો ઘટાડો

રાજ્ય સરકારે કોરોના માટેની RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેના પગલે હવે લોકોને 1500થી 2000 રૂપિયા ચુકવણી કરવામાં આવતી તેમાંથી છુટકારો મળશે.

રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કર્યા છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી.

આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 6 દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લગતી પુરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. જ્યારે આજે અમદાવાદને 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

Leave a Reply

Your email address will not be published.