///

કૌભાંડ: મનરેગા યોજનામાં ડેટા સાથે ચેડા કરી લાખોના બિલ પાસ કરાવાયા

મનરેગા યોજનામાં મહિસાગર જિલ્લામાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કર્મચારીઓ ડેટા સાથે ચેડાં કરી 80 લાખનું કૌભાંડ આચર્યું છે. આ મામલે 4 તાલુકામાં DDOએ 33 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિસાગર જિલ્લામાં મનરેગા હેઠળ 80 લાખનું કામ બતાવી 80 લાખનું કૌભાંડ કર્યાની ઘટના સામે આવી છે. સંતરામપુર, બાલાસિનોર, લુણાવાડા અને વીરપુર તાલુકામાંથી આ કૌભાંડ બહાર આવ્યું છે.

આ કૌભાંડમાં ડેટા સાથે ચેડાં કરી ખોટા બિલો પાસ કરવામાં આવતા હતાં. પુરા થયેલા કામો ફરીથી ઓનલાઈન ચાલુ કરી સ્થળ પર કોઈ કામ કર્યા વિના બીલો ઉપાડી લેવાયા હતાં. ખોટા બીલો સબંધિત એજન્સીના બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ તકે DDOના આદેશથી ચારેય તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.