/

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાનું મોટું નિવેદન

કોરોનાએ ગુજરાતને પણ ભરકી લીધો છે અને કોરોનાના અજગરી ભરડામાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.. ગજરાતમાં તકેદારીમાં ભાગરૂપે આરોગ્ય વિભાગની સૂચના અનુસાર પોતાની ફરજ તૈનાત રહેતા આરોગ્ય કર્મચારીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક વર્તન કરવામાં આવે છે. આકરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજને વફાદારીથી નિભાવી રહેલા આરોગ્ય કર્મચારીઓ માટે DGP શિવાનંદ ઝા દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે.. તો જો કોઈ અસામાજિક તત્વો કોઈ પણ આરોગ્ય કર્મી સાથે અડપલાં કે ગેરવર્તણૂક વર્તાવ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્યવિભાગના સૂચનો અનુસાર આરોગ્ય કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે અને લોકોની જાગૃત્તા અને ચેકઅપ માટે ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કર બહેનો સતત કામ કરી રહી છે.. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના વેરવળ ગ્રામય વિસ્તારમાં પણ આશા વર્કર બહેનો સાથે ગેરવર્તણૂક વર્તાવ કરવામાં આવ્યો જેના કારણે આરોગ્યવિભાગ રોષે ભરાયું હતું. તો DGP શિવાનંદ ઝાની જાહેરતા પ્રમાણ હવે ડોક્ટર કે નર્સ સાથે દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.. સાથેજ આરોગ્ય કર્મચારીઓના રહેણાંક વિસ્તારોમાં પણ જો કોઈ મુશ્કેલી ઉભી કરશે તો તેની સામે કડક પગલાં ભરાશે

Leave a Reply

Your email address will not be published.