////

Bihar Election: સવારે 11 વાગ્યા સુધીમાં 19.77 ટકા થયું મતદાન

આજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં 19.77 ટકા મતદાન થયું છે. આજે બિહારમાં અંતિમ તબક્કામાં 15 જિલ્લામાં 78 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાતાઓ પોતાના પ્રતિનિધિને જીતાડવા મતદાન કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, 78 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1204 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી અને અમિત શાહે મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ સહિત 12 પ્રધાનઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ત્યારે આ તબક્કામાં 1094 પુરૂષ અને 110 મહિલા ઉમેદવાર છે, જ્યારે 33,782 બુથોમાંથી 4999 બુથોને સંવેદનશીલ જાહેર કરાયાં છે. પ્રથમ બે તબક્કામાં 165 બેઠકો પર મતદાન થયું.

Leave a Reply

Your email address will not be published.