////

Bihar Election: 1 વાગ્યા સુધીમાં 34.64% થયું મતદાન, 1 મતદાનકર્મીનું હાર્ટએટેકથી મોત

આજે બિહારમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન ચાલુ છે. ત્યારે બપોરે એક વાગ્યા સુધી 34.64 ટકા મતદાન થયું હતું. ઉપરાંત ફરજ પર એક મતદાનકર્મીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.

બિહારમાં આજે સીમાંચલ અને મિથિલાંચલના 78 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી બહાદુરપુમાં 12.9 ટકા, કેવટીમાં 13.9, જાલેમાં 13.8 ટકા સહિત સરેરાશ 34 .64 ટકો મતદાન થઇ ગયું.

આ સાથે જ રાજ્યમાં તમામ બુથો પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપ-જદયુની જોડી સચિન-સહેવાગની જેમ છે. અરરિયા, કિશનગંજ, સીતામઢી, પૂર્ણિયામાં જોરદાર મતદાન થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.