////

Bihar Election : PM મોદીએ મતદારોને મોટી સંખ્યામાં મત આપવા કરી અપીલ

આજે બિહારમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આ તબક્કામાં 15 જિલ્લાને 78 સીટો પર મતદાન થઈ રહ્યું છે. બિહાર ચૂંટણીના મતદાનનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મતદારોને આ ઉત્સવમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોને “નવો વિક્રમ સ્થાપવાની” અપીલ કરી છે, કારણ કે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે દેશની સૌથી મોટી ચૂંટણીના છેલ્લા તબક્કાની 78 બેઠકો પર મતદાન શરૂ થયું છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “બિહાર રાજ્યની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે, મોટી સંખ્યામાં બહાર નીકળીને લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લે અને એક નવો રેકોર્ડ સ્થાપિત કરે. તેમજ માસ્ક પહેરો અને સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરો.

Leave a Reply

Your email address will not be published.