////

Bihar Election: RJD નેતાએ પીએમ મોદીને લઈને આપ્યું વિવાદિત નિવેદન

આજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે RJD નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં RJD નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ વડાપ્રધાનને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યપ્રધાન છે. વડાપ્રધાન તેમની ગરિમા રાખી શક્યા નહીં.

જોકે સિદ્દીકીએ અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતા કહ્યું કે, આદરણીય અટલ બિહારી જીનો વ્યવહાર પણ અમે જોયો છે. તેઓ દેશ અને સમાજને સમજતા હતા. અહીંની સંસ્કૃતિને સમજતા હતા. આ કારણ છે કે, લઘુમતી આજે પણ તેમનું આદર કરે છે. પરંતુ મોદીજીને અહેસાસ થતો નથી કે, તેઓ દેશના વડાપ્રધાન છે, તેમને હજી પણ લાગી રહ્યું છે કે, તેઓ ગુજરાતના રમખાણોવાળા મુખ્યપ્રધાન છે.

સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, વડાપ્રધાન મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા વડાપ્રધાન પર.

ઉલ્લેખનીય છે કે, અબ્દુલ બારી સિદ્દીકી કેવટી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યાં છે. તે સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આઠમી વખત ધારાસભ્ય બનવા માટે પણ મહેનત કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમની સામે પડકાર મોટો છે. કેમ કે, કેવટીથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા અલીનગરથી ચૂંટણી લડતા હતા.

Leave a Reply

Your email address will not be published.