////

Bihar Election: 78 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાનનો સમય પુરો થઇ ગયો છે. ત્યારે આ અંતિમ તબક્કાના મતદાન દરમિયાન કેટલાક જિલ્લાઓમાં મતદારોએ મતાધિકારનો બહિષ્કાર કર્યો હતો. તો બીજી બાજુ મુજફ્ફરપુર અને સુપૌલમાં બે મતદાન કર્મીઓના મોત થયા છે. તો પૂર્ણિયામાં મતદાન કેન્દ્ર નંબર 282 પર પેરામિલિટ્રી ફોર્સનું હવામાં ફાયરિંગ અને બે ત્રણ જગ્યાએ હંગામાને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું.

તો બીજી તરફ ત્રીજા તબક્કામાં મતદાન બહિષ્કાર છતાં મતદારોનો ઉત્સાહ ચરમસીમા પર હતો. અરસિયા, સુપૌલ, મોતિહારી સહિત જીલ્લામાં ઇવીએમ ખરાબ થતાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું પરંતુ બપોર થતાં મતદાનમાં તેજી જોવા મળી હતી.

ત્યારે મતદાન પુરૂ થતાં જ 15 જિલ્લાની 78 બેઠકો માટે વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી અને બિહાર સરકારના 11 પ્રધાનઓ સહિત 1204 ઉમેદવારોની કિસ્મત ઇવીએમમાં કેદ થઇ ગઇ છે. હવે તેનો ખુલાસો 10 નવેમ્બરના રોજ મતગણતરી દરમિયાન થશે.

બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન પાંચ વાગ્યા સુધી 50.96 ટકા મતદાન થયું છે. આ પહેલાં ચાર વાગ્યા સુધી 46 ટકાથી વધુ તો બીજી તરફ ત્રણ વાગ્યા સુધી 45.86% સુધી મતદાન થયું છે. આ પહેલાં બપોરે 1 વાગ્યા સુધી 34.64% ટકા મતદાન થયું. બિહારમાં 15 જિલ્લાની 78 સીટો માટે ત્રીજી અને અંતિમ તબક્કાનું મતદાન થયું છે. આ પહેલાં આજે સવારે 11 વાગ્યા સુધી 19.77% મતદાન થયું. સવારે 10 વાગ્યા સુધી 8.13% મતદાન અને સવારે 9 વાગ્યા સુધી 7.69 ટકા મતદાન થયું હતું. જ્યારે સવારે આઠ વાગ્યા સુધી 15 જિલ્લાના 78 સીટો પર 3.9 ટકા મતદાન થયું હતું.

બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા બિટ્ટૂ સિંહના ભાઈ બેની સિંહની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્ણિયાના ધમદાહા વિધાનસભા અંતર્ગત સરસીમાં અસામાજીક તત્વોએ ગોળી મારી દીધી હતી. ગુનેગારોએ બેની સિંહ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. મતદાનના દિવસે થયેલી આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે.

તો બીજી બાજુ ગત મહિને બિહારના શિવહરમાં જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને તેના એક સમર્થકની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. તો ઉમેદવારના સમર્થકોએ એક હત્યારાનાને દબોચી લીધો, જેની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ વડાપ્રધાનને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યપ્રધાન છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તેમની ગરિમા જાળવી શક્યા નહીં. સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા વડાપ્રધાન પર.

Leave a Reply

Your email address will not be published.