////

બિહાર ચૂંટણી: પીએમ મોદીએ કર્યુ ટ્વીટ, મોટી સંખ્યામાં મતદાન કરવા લોકોને કરી અપીલ

આજરોજ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આ સમયે વડાપ્રધાન મોદીએ મતદાતાઓને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આજે ભારતમાં અલગ સ્થાનો પર પેટાચૂંટણી પણ થઈ રહી છે. હું આ બેઠક પર મતદાન કરનારાને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકતંત્રના તહેવારને મજબૂત કરવાનો આગ્રહ કરું છું.

બિહાર વિધાનસભા ચૂંટણી એ ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે થનારી પહેલી મોટી ચૂંટણી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મતદાતાઓને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું અને વોટિંગ કરવાની સાથે ફેસ માસ્ક પહેરવાનો પણ આગ્રહ કર્યો છે. સાથે જ વડાપ્રધાનએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કા માટે વોટિંગ થશે. દરેક મતદાતાઓને અપીલ છે કે, તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકતંત્રના આ ઉત્સવને સફળ બનાવે. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક જરૂર પહેરો.

આજે બિહારમાં બીજા ચરણમાં 94 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં બેગુસરાય, સમસ્તીપુર, મોતિહારી, દાનાપુર, નાલંદા અને છપરામાં ઈવીએમ ખરાબ હોવાની જાણકારી મળી છે. આ સમયે અનેક જગ્યાઓએ મતદાનમાં બાધા આવી છે. તો આ બીજા ચરણમાં 2 કરોડ 86,11,164 મતદાતાઓ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે. આ સમયે પ્રતિપક્ષના તેજસ્વી યાદવ, સરકારના 4 પ્રધાનઓ શ્રવણ કુમાર, રામસેવક સિંહ, નંદકિશોર યાદવ અને રાણા રણધીર સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે.

Leave a Reply

Your email address will not be published.