////

બિહાર ચૂંટણી : બીજા તબક્કાની 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન શરૂ

આજે બિહાર વિધાનસભાના બીજા તબક્કાની 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે 243 સભ્યોની બિહાર વિધાનસભાની એક તૃતીયાંશ બેઠકો પર આ ચરણમાં મતદાન થશે. આ ચરણમાં મહાગઠબંધનના મુખ્યપ્રઘાન ઉમેદવાર તેજસ્વી યાદવના ભાગ્યનો આજે નિર્ણય થશે. આ મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે. આ ચરણમાં એનડીએમાં સામેલ બીજેપીના 46, જેડીયૂના 43 અને વીઆઇપીના પાંચ ઉમેદવાર મેદાનમાં છે.

વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ આરજેડીના 56 ઉમેદવાર, કૉંગ્રેસના 24 ઉમેદવાર, ડાબેરી પાર્ટીઓના 14 ઉમેદવાર ચૂંટજ્ઞી લડી રહ્યા છે. તો લોક જનશક્તિ પાર્ટીના 52 ઉમેદવાર મેદાનમાં છે. આ બેઠકોમાં બે પર વર્ષ 2015માં એનડીએના સાથી તરીકે LJPએ જીત નોંધાવી હતી. લગભગ 2.85 કરોડ મતદારો મેદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે.

તો તેજસ્વી યાદવ વૈશાલી જિલ્લાની રાધોપુર વિધાનસભા બેઠક પરથી બીજી વાર જીત નોંધાવવા માટે ચૂંટણી મેદાનમાં છે. તેમણે વર્ષ 2015માં બીજેપીના સતીશ કુમારને હરાવીને આ બેઠક પર ફરી પોતાની પાર્ટી માટે જીત મેળવી હતી. તો બીજી બાજુ સતીશે વર્ષ 2010માં આ બેઠક પર તેજસ્વી યાદવની માતા અને પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીને હરાવ્યા હતા. તો તેજસ્વીના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ હસનપુરથી ચૂંટણી મેદાનમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં બીજા તબક્કા માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે સવારમાં જ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ પટનામાં મતદાન કર્યું છે. સાથે જ અહીં તેઓએ લોકોને મોટી સંખ્યામાં મતદાન માટેની અપીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.