///

બિહાર ડ્રાય સ્ટેટ હોવા છતા મહારાષ્ટ્ર કરતા વધુ દારુ વેચાય છે

કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યપ્રધાનને લખવામાં આવેલા પત્રને લઈને તમામના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે જેના પર RJD પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધીને લઈને નિવેદન આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, બિહારના હાલ અત્યારે કેવા છે તે તમામને ખબર છે. જ્યારે દારૂબંધીનો કાયદો લાગુ હતો ત્યારે RJD અને કોંગ્રેસ ગઠબંધન સરકારમાં હતી. પરંતુ જ્યારથી ભાજપ સરકારમાં આવી ત્યારબાદ બિહારની સ્થિતિ બગડી ગઈ છે.

આ ઉપરાંત હવે દારૂની હોમ ડિલિવરી પણ થઈ રહી છે. જે દારૂ 100 રૂપિયાનો હતો તે હવે 1000 રૂપિયાનો મળે છે. મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, નેશનલ હેલ્થ સર્વે મુજબ બિહાર ડ્રાય સ્ટેટ છે છતાં પણ મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે. તેમની માગણી છે કે, સરકાર આ સર્વે રિપોર્ટ પર જવાબ આપે. તેમનું કહેવું છે કે, જ્યારે દરેક પોલીસ સ્ટેશન અને દરેક જગ્યાએ દારૂ મળે છે અને પકડાય છે. ગરીબ લોકો, યુવાઓને હોમ ડિલિવરીમાં લગાવી દીધા છે તો પછી દારૂબંધીનો શું ફાયદો. દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ.

તો બીજી બાજુ JDUએ પણ પોતાનો જવાબ રજુ કર્યો છે. જેમાં JDU પ્રવક્તા સુહેલી મહેતાનું નિવેદન છે કે, કોંગ્રેસનો ચૂંટણી પહેલા એજન્ડા હતો કે દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ પરંતુ તેનું પરિણામ આપણને મળી ગયું છે કે જનતાએ તેમને નકારી દીધા છે. તો નીતિશકુમાર સરકારમાં પણ વિકાસ થયો છે, ઘરેલુ હિંસામાં ઘટાડો થયો છે અને અપરાધો પર લગામ કસવામાં આવી છે. દારૂ પીને થતા અપરાધમાં ઘટાડો થયો છે. દારૂબંધીને ફેલ કરવી યોગ્ય નથી. દારૂબંધી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો પત્ર લખવો એ બેઈમાની છે.

Leave a Reply

Your email address will not be published.