////

બાઈક ચાલકો માટે IMP સમાચાર, બાઇક પર પાછળ બેસવાનો નિયમ બદલાઈ ગયો! જોઈલો નવો નિયમ

વધતા જતા માર્ગ અકસ્માતો (Road Accident) અને તેને ઘટાડવા માટે સરકારે વાહનો બનાવટ (bike design) અને સુવિધાઓમાં કેટલાક ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

બાઈક ચાલકો માટે IMP સમાચાર

નવી દિલ્હી : વધતા જતા માર્ગ અકસ્માતો (Road Accident) અને તેને ઘટાડવા માટે સરકારે વાહનો બનાવટ (bike design) અને સુવિધાઓમાં કેટલાક ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોમાં (New RTO Rules) ફેરફાર કર્યા છે. તો, કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. બાઇક ચલાવતા લોકો માટે મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, બાઇક ચાલકની પાછળની સીટ પર બેઠેલા લોકોએ કયા નિયમોનું પાલન કરવું પડશે. જાણો નવા નિયમો શું છે.

  1. ડ્રાઈવર સીટ પાછળ હેન્ડ હોલ્ડ

મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર બાઇકની પાછળની સીટની બંને બાજુએ હાથ પકડવો જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેઠેલા સવારની સલામતી માટે છે. જો બાઇક ચાલક અચાનક બ્રેક મારે તો હેન્ડ હોલ્ડ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકોમાં આ સુવિધા નહોતી. આ સાથે, બાઇક પાછળ બેઠેલા વ્યક્તિ માટે બંને બાજુની નોચ ફરજિયાત કરવામાં આવી છે. આ સિવાય, બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુનો ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવશે, જેથી પાછળ બેઠાલા વ્યક્તિના કપડા પાછળના વ્હીલમાં ફસાઈ ન જાય.

  1. હળવું કન્ટેનર લગાવવાની પણ માર્ગદર્શિકા

મંત્રાલયે બાઇકમાં હળવા કન્ટેનર લગાવવા માટેની પણ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550 મીમી, પહોળાઈ 510 મીમી અને ઊંચાઈ 500 મીમીથી વધુ ન હોવી જોઈએ. જો અગાઉના પેસેન્જરની જગ્યાએ કન્ટેનર મુકવામાં આવે તો, માત્ર ડ્રાઈવરને જ મંજૂરી આપવામાં આવશે. મતલબ બાઇક પર અન્ય કોઇ સવારી નહીં હોય. તો, જો પાછળની સવારીના સ્થાન પર લગાવવાની સ્થિતિમાં જ, અન્ય વ્યક્તિને બાઇક પાછળ બેસવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ અન્ય વ્યક્તિ બાઇક પર બેસસે તો આ નિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે.

  1. ટાયર સંબંધિત નવી માર્ગદર્શિકા

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સરકારે ટાયર સંબંધિત નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. આ અંતર્ગત મહત્તમ 3.5 ટન વજનવાળા વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સૂચવવામાં આવી છે. આ સિસ્ટમમાં સેન્સર દ્વારા, ડ્રાઈવરને વાહનના ટાયરમાં હવાની સ્થિતિ વિશે માહિતી મળે છે. આ સાથે મંત્રાલયે ટાયર રિપેર કીટની પણ ભલામણ કરી છે. તેના અમલ પછી, વાહનમાં વધારાના ટાયરની જરૂર રહેશે નહીં. સરકાર સમયાંતરે માર્ગ સલામતીના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, માર્ગ સલામતીના નિયમોને કડક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.