////

બિલ ગેટ્સની ચેતવણી, આગામી 4થી 6 મહિના દુનિયા માટે હજુ ખરાબ!

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે રવિવારે દુનિયાને ચેતવતા કહ્યું કે કોરોના વાયરસ મહામારીના આગામી તબક્કાના ચારથી છ મહિના ખુબ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ 19 રસી વિક્સાવવામાં અને તેની આપૂર્તિના પ્રયત્નોમાં ભાગ લઈ રહી છે.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મહામારી સમયના આગામી ચારથી છ મહિના ખુબ ખરાબ રહી શકે છે. આઈએચએમઈ (ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ એવેલ્યુએશન)નું અનુમાન જણાવે છે કે હજુ બે લાખથી વધુ લોકોના મોત થશે. જો આપણે માસ્ક પહેરવા, ભૌતિક અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરીએ તો આ સંભવિત મોતના મુખમાંથી મૃત્યુને રોકી શકાય છે.

બિલ ગેટ્સે કહ્યું કે, ‘હાલના સમયમાં અમેરિકામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. મને લાગે છે કે અમેરિકા આ હાલાતને પહોંચી વળવામાં સારું કામ કરશે.’ જણાવી દઇ એ કે બિલ ગેટ્સે 2015માં આવી મહામારીની ચેતવણી આપી હતી.

તેઓએ કહ્યું કે બધુ મળીને, મેં જ્યારે 2015માં ભવિષ્યવાણી કરી હતી, ત્યારે મે મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી. આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે, તેનાથી પણ વધુ જીવલેણ થઈ શકે છે. હજુ આપણે ખરાબ સમય જોયો નથી. જે વાતે મને આશ્ચર્યચકિત કરી તે અમેરિકા અને દુનિયાભરમાં પડેલો આર્થિક પ્રભાવ હતો. જે મેં પાંચ વર્ષ પહેલા અનુમાન કર્યું હતું, તેનાથી પણ મોટો હતો.

Leave a Reply

Your email address will not be published.