અનામત આંદોલન મંત્રણા મામલે સરકારે સમિતિને કોઇ આંમત્રણ આપ્યુ નથી : પ્રવીણરામ

ગુજરાતમાં અનામત-બિનઅનામત આંદોલનો ચાલી રહ્યા છે. જેને લઇને સરકારે આંદોલનો વિખેરવાનાં પ્રયાસો શરૂ કર્યા છે. સરકારે આગેવાનો સાથેની મીટિંગોનો દોર પણ શરૂ કર્યો છે. આ અંગેની સરકારના કોઇ નેતા કે અધિકારીએ અમને જરૂરી મીંટિંગ બોલાવ્યા નથી કે અમારી જાણ સુધ્ધામાં પણ નથી. ઠરાવ બાબતે સરકાર બંને પક્ષો સાથે વાટાઘાટોનો દોર ચલાવી રહી છે. અમારે કોઇ સાથે વાંધો નથી સરકાર અમને જયારે પણ વાટાધાટ માટે બોલાવશે ત્યારે સમાજના હિત ખાતર અમે વાટાધાટમાં સાથે બેસવા તૈયાર છીએ.

સરકાર અમને સીધી રીતે જ બોલાવી શકે છે. પરંતુ આજ સુધી અમને આ બાબતની કોઇ જ જાણકારી આપી નથી. આહિર સમાજના આગેવાન પ્રવિણરામ સાથે સમાચારવાલાની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સરકાર અમોને ઠરાવની બાબતને લઇને આંમત્રણ આપશે તો અમારી બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ટીમના મિત્રો સાથે સરકારમાં વાટાધાટો કરવા જઇશું.

પ્રવિણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સવારથી બનાસકાંઠામાં અમારી ન્યાય યાત્રા શરૂ થઇ છે. જેમાં અત્યારે ૧૫૦૦થી વધુ લોકો અમારી સાથે જોડાયા છે. જેમ જેમ યાત્રા આગળ વધતી રહેશે તેમ લધુ લોકો અમારી સાથે જોડાતા રહેશે. જયાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી બંધારણીય અધિકાર આંદોલન સમિતિ સરકાર સામે મોરચો માંડશે. 

Leave a Reply

Your email address will not be published.