//

બિન અનામત વર્ગની ચિંતન શિબિર સરકાર સામે લાલ આંખ!

એલઆરડી વિવાદીત પરિપત્રનો મામલો જયારથી સામે આવ્યો છે ત્યારથી આ મામલે સરકારની ઉંધ ઉડાડી દીધી છે અને આ મુદ્દો સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. આજે ગાંધીનગર ખાતે બિન અનામત સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સરકારે ગઇકાલે એલઆરડી પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે બાબતનો બિન અનામત સમાજના આગેવાનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો સરકાર બિન અનામત વર્ગ સાથે કોઇ જ જાતના ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઇ પણ પ્રકારનો નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે તો બિન અનામત વર્ગ ઉગ્ર આંદોલનના નગારા વગાડશે તેવી ચિંમકી ચિંતન શિબિરમાં આપવામાં આવી હતી.

યોજાયેલી ચિંતન શિબિરમાં પટેલ, બ્રાહ્મણ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તે સિવાય મહિલાઓ અને યુવતીઓ પણ નજરે પડી હતી. જોકે, પાટીદાર નેતા સી.કે પટેલ, દિનેશ બાંભણીયા, વરૂણ પટેલ, લાલજી પટેલ તેમજ કરણી સેનાના રાજ શેખાવત સહિતના આગેવાનો હવે સરકાર સામે મોરચો માંડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.  

Leave a Reply

Your email address will not be published.