ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા એલઆરડી પરિપત્રના વિવાદનો અંત લાવવા સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. એવામાં સરકારે મધ્યસ્થી મામલે પાટીદાર નેતા વરૃન પટેલ તેમજ ભાજપનો નેતા તેમજ બહ્ય સમાજના આગેવાન યજ્ઞેસ દવેને મધ્યર્સ્થીની જવાબદારી સોંપી છે.
જેને લઇને વિવાદનો અંત લાવવા માટે વરૂન પટેલ અને યજ્ઞેસ દવે આંદોલન સ્થળે પહોંચયા હતાં. બાદમાં તેમણે બિનઅનામત વર્ગના આગેવાનો સાથે મધ્યસ્થીના મુદ્દે ચર્ચાઓ કરી હતી.
વરૂન પટેલે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, આજે સવારે મુખ્યમંત્રીએ બેઠક માટે બોલાવ્યો હતો. સરકાર આપણી માગો પર હકારાત્મક છે તથા આજ-સાંજ સુધીમાં સરકાર વાતચીત માટે બોલાવશે. સરકાર મોટા ભાગના પશ્નોનાં નિરાકરણ લાવવા માટે તૈયાર છે.