ગુજરાત સરકાર દ્રારા અનેક વિધ યોજનાઓ અમલ માં મૂકી છે સરકારી કાર્યક્રમો કરી લોકો સુધી યોજના ની માહિતી પહોંચાડવા સરકારી ખર્ચે તાયફા કરી લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે સરકાર તાયફા બંધ કરી અને તાયફા નો ખર્ચ યોજના માં સામેલ કરે તો દેવા માં ડૂબેલી સરકાર અને નાગરિકો ને મહદ અંશે રાહત મળે તેવી સ્થિતિ છે.

કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે માહિતી માંગી હતી કે સરકાર કેટલા રૂપિયા નું કેટલું વ્યાજ ભરે છે અને કેટલું મુદ્દલ બાકી છે જેની વિગતો માંગતા વિધાનસભા માંથી પુંજા વંશે આંકડાકીય માહિતી આપવામાં આવતા સરકાર દેવા કરતા વ્યાજ ચૂકવવા માં મોખરે રહી છે. ગુજરાતમાં વસતા ગુજરાતી ઓ પર સરકાર ગમે તેટલો કર વધારી અને વસુલાત કરે તો પણ સરકાર પર રહેલા બોજ પ્રજા પર વધી જશે કારણ કે મુદ્દલ કરતા સરકાર વ્યાજ ભરી ને પ્રજા ના ખીસા ખાલી કરી રહી છે. અને સરકાર દેવા ના બોજ માં ડૂબતી જાય છે.

ગુજરાત ની 6.5 કરોડ જનતાની વાત કરી એ તો દરેક માણસ જન્મ થી મૃત્યુ સુધી ટેક્સ ભરપાઈ કરતો રહે તો પણ સરકાર પર રહેલો બોજ હલકો થઇ શકે તેમ નથી આજે વર્ષ 2028/ 2019 ના કર્જની વાત કરી એ તો ગુજરાત પર લગભગ 2.40.652 કરોડ નું દેવું છે તેનું વ્યાજ સરકાર આજ સુધી માં સરકારે અંદાજે 18.124 કરોડ વ્યાજ ચુવી આપેલ છે તો હજુ પણ 15.440 કરોડ જેટલું મુદ્દલ બાકી રહે છે તો આજે જન્મનાર દરેક બાળક અને યુવાન પર કર્જ છે જેની સામે સરકાર પોતાની નીતિ સાફ રાખી અને પ્રજા હિત ના કામો પર ધ્યાન આપી સરકારી તાયફા પર ઠડી લાગામ મૂકે તો રાજ્ય ની તિજોરી માં આંશિક રાહત મળે તેમ છે.

જાણો વિગત કેટલું મુદ્દલ અને કેટલું વ્યાજ સરકારે ગત વર્ષ માં ચૂક્યું સરકાર પર કેટલો છે કર્જ વર્ષ 2018 /2019 માં સરકરે કેટલું વ્યાજ ચૂક્યું કેટલો બોજો બાકી રહ્યો.
2.40.652 બાકી દેણું
ચૂકવેલું વ્યાજ ની રકમ 18.124
ચુકવેલ મુદ્દલ ની રકમ 15.440
ઉપરોક્ત રકમ પર સરકારે મનોમંથન કરી આવતા દિવસો માં લોકો ને કેટલી રાહત બજેટ માં આપી શકે અને સરકારી ખર્ચ માં કાપ મૂકી શકે તેના પર રાજ્ય નો કર્જ ઓછો થાય એક તરફ વિશ્વ મંદી ચાલી રહી છે તો બીજી તરફ મોંઘવારી નો લોકો માર સહન કરી રહ્યા છે. દિવસે દિવસે બેકારી વધી રહી છે તેના કારણે લોકો ની પણ ચિંતા વધી રહી છે જો સરકાર રાહત ના સમાચાર આપશે અને બેકારી અને મોંઘવારી પર કાબુ નહિ મેળવે તો આગામી વર્ષો માં રાજ્ય ના કર્જ બમણો વધારો થવા ની પુરી શક્યતા જોવાઈ રહી છે.