///

જેટલીની પ્રતિમા લગાવવાના નિર્ણયથી નારાજ બિશન સિંહ બેદીએ DDCA છોડ્યું

ફિરોઝશાહ કોટલા મેદાન પર DDCAના દિવંગત અધ્યક્ષ અરૂણ જેટલીની પ્રતિમા લગાવવાના નિર્ણયથી નારાજ સ્પિનર બિશન સિંહ બેદીએ ક્રિકેટ સંઘને તેમનું નામ દર્શક સ્ટેન્ડમાંથી હટાવવા માટે કહ્યું છે. તેમના નામ પર સ્ટેન્ડ 2017મા બનાવવામાં આવ્યું હતું. એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીતમાં બેદીએ કહ્યું કે, મારા દિલે જે કહ્યું, તે મેં કરી દીધુ. એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક નેતાની પ્રતિમા શોભા આપતી નથી. આ વાત મારા મગજમાં ઉતરી રહી નથી. હું તેમને પ્રતિમા લગાવવાથી રોકી રહ્યો નથી. મારૂ કહેવુ છે કે મારૂ નામ બસ ત્યાંથી હટાવી દેજો.

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ પર પ્રહાર કરતા બેદીએ ભાઈ ભત્રીજાવાદ અને ક્રિકેટરોથી પર પ્રશાસકોને રાખવાનો આરોપ લગાવતા સંઘનું સભ્યપદ છોડી દીધું છે. તેમણે DDCAના બાલના અધ્યક્ષ અને અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીને લખેલા પત્રમા કહ્યું કે, ‘હું ખુબ સહનશીલ વ્યક્તિ છું પરંતુ હવે મારુ ધૈર્ય તૂટી રહ્યું છે. DDCAએ મારા ધૈર્યની પરીક્ષા લીધી છે અને મને આ કઠોર પગલુ ભરવા માટે મજબૂર કર્યો છે.

બેદીએ કહ્યું કે, તો અધ્યક્ષ મહોદય હું તમને મારૂ નામ તે સ્ટેન્ડમાંથી હટાવવાની વિનંતી કરી રહ્યો છું જે મારા નામ પર છે અને તે તત્કાલ પ્રભાવથી કરવામાં આવે. હું DDCAનું સભ્ય પદ છોડી રહ્યો છું.

મહત્વનું છે કે, જેટલી 1999થી 2013 વચ્ચે 14 વર્ષ સુધી DDCAના અધ્યક્ષ રહ્યા હતા. ક્રિકેટ સંઘ તેમની યાદમાં કોટલા પર છ ફુટની પ્રતિમા લગાવવાનું વિચારી રહ્યું છે. DDCAએ 2017માં મોહિન્દર અમરનાથ અને બેદીના નામ પર સ્ટેન્ડનું નામકરણ કર્યું હતું. બેદીએ કહ્યું, મેં ખુબ સમજી વિચારીને નિર્ણય લીધો છે. હું સન્માનનું અપમાન કરનારામાં નથી. પરંતુ મને ખ્યાલ છે કે સન્માનની સાથે જવાબદારી આપી છે. હું તે નક્કી કરવા માટે સન્માન પરત કરી રહ્યો છું કે જે મૂલ્યોની સાથે હું ક્રિકેટ રમ્યો છું, તે મારા સંન્યાસ લેવાના ચાર દાયકા બાદ પણ તેમ જ છે.

તેમણે વધુમાં કહ્યું કે, તે ક્યારેય જેટલીની કાર્યશૈલીના પ્રશંસક રહ્યા નથી અને હંમેશા તે નિર્ણયનો વિરોધ કર્યો જે તેમને યોગ્ય લાગ્યા નથી. DDCAનું કામકાજ ચલાવવા માટે જે પ્રકારના લોકો તે પસંદ કરતા હતા, તેને લઈને મારો વિરોધ તમામ જાણે છે. હું એકવાર તેમના ઘર પર થયેલી બેઠકથી બહાર નિકળી ગયો કારણ કે તે ખરાબ વર્તન કરી રહેલા એક વ્યક્તિને બહારનો રસ્તો ન દેખાડી શક્યા.

Leave a Reply

Your email address will not be published.