////

બંગાળ : ભાજપે લગાવ્યો આરોપ, કહ્યું – મમતા સરકાર પાર્ટી કાર્યકર્તાઓના ફોન કરી રહી છે ટેપ

પેગાસસ જાસૂસી મામલાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સંસદમાં પણ આ મુદ્દે હંગામો થયો હતો. કેન્દ્રની રાજનીતિમાં આ મુદ્દાને લઈને વિપક્ષ આક્રમક છે તો સરકાર જાસૂસીના દાવાને નકારી રહી છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય અને નેતા વિપક્ષ સુવેન્દુ અધિકારીએ રાજ્યની મમતા બેનર્જી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અધિકારીએ કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર તેમનો ફોન ટેપ કરી રહી છે. તેમણે કહ્યું કે, આમને-સામને કે વોટ્સએપ પર વાત કરવા સિવાય કોઈ તક નથી.

સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, બંગાળમાં હિંસા મમતા બેનર્જી અને તેની સરકારના નેતૃત્વમાં થઈ. મમતા બેનર્જીની સરકાર મારો ફોન ટેપ કરી રહી છે. આમને-સામને કે વોટ્સએપ પર વાત કરવા સિવાય કોઈ ઉપાય નથી. તેમની સરકાર ભાજપના દરેક નાના કાર્યકર્તાના ફોન ટેપ કરી રહી છે.

જ્યારે પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ટીએમસી નેતા વોટ્સએપ પર મેસેજ કરવા સિવાય બીજા માધ્યમથી વાત નથી કરતા, કારણ કે તે જાણે છે કે મમતા બેનર્જી ખુદ તેના ફોન ટેપ કરે છે. તે અને તેમની સરકાર પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ફોન ટેપિંગ અમારૂ કામ નથી, કોંગ્રેસનું છે જ્યાંથી મમતા આવ્યા છે.

તો પેગાસસ જાસૂસી વિવાદના સંદર્ભમાં મમતા બેનર્જીએ બુધવારે કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તે પેગાસસ સ્પાઇવેયરનો ઉપયોગ કરી નેતાઓ, કાર્યકર્તાઓ, પત્રકારો વગેરેને નિશાન બનાવનાર કથિત જાસૂસી સ્કેન્ડલ પર સુઓમોટો લે.

તેમણે વિપક્ષી દળોને કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બધાએ સાથે આવવું પડશે. ટીએમસી અધ્યક્ષે કોલકત્તામાં એક રેલીને ઓનલાઇન સંબોધતા કહ્યું- ભાજપ એક લોકતાંત્રિક દેશને કલ્યાણકારી રાષ્ટ્રની જગ્યાએ સર્વેલાન્સ રાષ્ટ્રમાં બદલવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.