///

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, આ પિતા-પુત્રને મળી ટિકિટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે 148 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે મુકુલ રોય અને તેમના પુત્ર શુભ્રાંગશુ રોય, રાહુલ સિન્હા અને સાંસદ જગન્નાથ સરકારને ટિકિટ આપી છે. પાર્ટીએ અભિનેત્રી પારનો મિત્રને પણ ઉમેદવાર બનાવી છે.

આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોય કૃષ્ણાનગર ઉત્તરથી અને તેમના પુત્ર શુભ્રાંશુને બીજપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાહુલ સિન્હા હાબ્રાથી ચૂંટણી લડશે.

ભાજપે સબ્યસાચી દત્તાને ઉત્તર 24 પરગનાના વિધાન નગરથી, જીતેન્દ્ર તિવારીને પાંડેશ્વરથી, અગ્નિમિત્ર પાલને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે. જીતેન્દ્ર તિવારી હાલમાં ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published.