///

પશ્ચિમ બંગાળમાં ભાજપે જાહેર કર્યો મેનિફેસ્ટો, સોનાર બાંગ્લા માટે અધધ… કરોડનું ફંડ ફાળવ્યું

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કલકત્તામાં પશ્વિમ બંગાળને લઇને ભાજપના વિઝનને ગણાવનાર મેનિફેસ્ટોને જાહેર કર્યો છે. મેનિફેસ્ટોમાં સોનાર બાંગ્લા બનાવવાનો રોડમેપ બતાવવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યું કે ઘણા વર્ષોથી સંકલ્પ પત્ર ફક્ત એક પ્રક્રિયા બનીને રહી ગયો હતો. જ્યારથી ભાજપની સરકાર બનવા લાગી ત્યારથી સંકલ્પ પત્રનું મહત્વ વધવા લાગ્યું કારણ કે ભાજપ સરકારો બનાવ્યા પછી સંકલ્પ પત્ર પર સકારો ચલાવવા લાગી છે. જનતા પાસે મંતવ્યો મંગાવીને સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સંકલ્પ પત્રમાં ફક્ત જાહેરાતો નહી, પરંતુ આ સંકલ્પ છે દુનિયાના સૌથી મોટા પક્ષનો, આ સંકલ્પ છે દેશમાં 16થી વધુ રાજ્યોમાં જેની સરકાર છે તે પાર્ટીનો, આ સંકલ્પ છે જેની પૂર્ણ બહુમતથી સતત બે વાર બનેલી સરકારનો.

ગૃહમંત્રીએ કહ્યું કે નોકરીમાં મહિલાઓને 33 અનામત આપીશું. પૈસા સીધા બેંક એકાઉન્ટમાં આપી દઇશું. સીમાપારથી કોઇ ધૂસણખોરી ન કરે તે પ્રકારની સુરક્ષા કરી છે. 70 વર્ષોથી જે શરણાર્થી છે તેમને નાગરિકતા આપવામાં આવશે. શરણાર્થીઓને 10,000 રૂપિયા દર વર્ષે આપીશું. તમામ મહિલાઓને કેજીથી પીજી સુધી શિક્ષણ ફ્રી હશે.

પશ્વિમ બંગાળ માટે ભાજપનો મેનિફેસ્ટો

 • મહિલાઓ માટે KG-PG સુધી ફ્રી શિક્ષણ
 • નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત
 • સ્વચ્છ પાણી પુરી પાડવામાં આવશે
 • ખેડૂતોને રૂપે કાર્ડ મળશે
 • કર્મચારીઓને સાતમું પગાર પંચ
 • શરણાર્થીઓને 10,000 રૂપિયા દર વર્ષે આપીશું
 • ઘૂસણખોરીને રોકીશું.
 • 11 હજાર કરોડનું સોનાર બાંગ્લા ફંડ
 • 2025 સુધી મેડિકલ સીટોને બમણી કરીશું.
 • દરેક બ્લોકમાં બીપીઓની સ્થાપના
 • માછીમારોને 6 હજાર રૂપિયા દર મહિને
 • ખેલો બાંગ્લા મહાકુંભનું આયોજન
 • ખનીજ માફિયા માટે અલગથી ટાસ્ક ફોર્સ
 • પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારતને લાગૂ કરીશું
 • માફિયાઓ પર નકલ કસવાનું કામ કરીશું.

Leave a Reply

Your email address will not be published.