////

ભાજપે નગરપાલિકાના વધુ 26 પ્રમુખના નામ કર્યા જાહેર, મહિલાઓને મહત્વ આપ્યું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકામાં ભવ્ય વિજય બાદ હવે ભાજપએ એક પછી એક એમ નગરપાલિકાના પ્રમુખની જાહેરાત કરી છે. ભાજપે વધુ 26 નગરપાલિકા માટે પ્રમુખની જાહેરાત કરી છે. જેમાં ભાજપે સુરત, વડોદરા, આણંદ, અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા માટે નગરપાલિકાના પ્રમુખની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 20 નગરપાલિકા માટે પ્રમુખના નામ જાહેર કર્યા હતા.

ભાજપએ નગરપાલિકા પ્રમુખની બીજી યાદીમાં પણ મહિલાઓને મહત્વ આપ્યુ હતું અને 26 નગરપાલિકામાંથી 17 નગરપાલિકામાં મહિલાઓને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભાજપએ સુરતની બારડોલી નગરપાલિકામાં ફાલ્ગુનીબેન રાજેન્દ્રભાઇ દેસાઇને પ્રમુખ બનાવ્યા છે. માંડવી નગરપાલિકામાં રેખાબેન પંકજસિંહ વશી, તરસાડીમાં મીનાક્ષીબેન દિપકભાઇ શાહ, કડોદરા નગરપાલિકામાં કલ્પેશકુમાર મહેશભાઇ ટેલરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

તો વડોદરાની ડભોઇ નગરપાલિકામાં કાજલબેન સંજયકુમાર દુલાણીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાદરામાં મયુરધ્વજસિંહ પ્રતાપસિંહ ઝાલા, સાવલીમાં રૂપલબેન વનિષભાઇ પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આણંદ નગરપાલિકામાં રૂપલબેન વનિષભાઇ પટેલ, પેટલાદમાં ગીતાબેન અશોકભાઇ પટેલ, ખંભાત નગરપાલિકામાં કામિનીબેન હિરેનભાઇ ગાંધી, ઉમરેઠમાં રમીલાબેન કનુભાઇ પટેલ, સોજીત્રામાં રજનીકાંતભાઇ જશભાઇ પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

આ સિવાય અરવલ્લી જીલ્લાની મોડાસા નગરપાલિકામાં જલ્પાબેન મેહુલભાઇ ભાવસારને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બાયડ નગરપાલિકામાં સ્નેહલકુમાર જગદીશભાઇ પટેલને પ્રમુખ બનાવાયા છે. કચ્છમાં ભુજ નગરપાલિકામાં ઘનશ્યામભાઇ રસીકભાઇ ઠક્કર, ગાંધીધામમાં ઇશીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલવાણી, માંડવીમાં હેતલબેન ચેતનભાઇ સોનેજી, અંજારમાં લીલાવંતીબેન દિલીપભાઇ પ્રજાપતિ, મુન્દ્રા-બારોઇમાં કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમારને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકામાં કુસુમબેન ભાવેશભાઇ રાવલને પ્રમુખ બનાવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકામાં જીજ્ઞાશાબેન (બેલાબેન) વી. શુકલને પ્રમુખ બનાવાયા છે. પાટડી નગરપાલિકામાં મૌલેશભાઇ દશરથભાઇ પરીખને પ્રમુખ બનાવાયા છે. ચોટીલામાં જયદીપભાઇ જોરૂભાઇ ખાચર પ્રમુખ બન્યા છે. જ્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકામાં વિરેન્દ્રભાઇ શંકરલાલ આચાર્યને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.