//

કોરોના વાઇરસના વધતા સંક્રમણને પગલે ભાજપની ચિંતન બેઠક રદ

દિવાળી બાદ કોરોના વાઇરસના કહેરને પગલે તંત્ર કામે લાગ્યુ છે. ત્યારે ભાજપની સમયાંતરે યોજાતી ચિંતન બેઠકના આયોજન પર પણ કાલે અવઢવ સર્જાયો હતો જેનો નિર્ણય આજે લેવાઈ ગયો છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને પાર્ટીની ચિંતન બેઠકને રદ જાહેર કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપમાં સમયાંતરે ચિંતન બેઠક કરવાની પરંપરા છે. જેમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી અને ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. 21 અને 22 નવેમ્બરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ ચિંતન બેઠક યોજાવાની હતી.

આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન પ્રધાાન વી.સતીશ વિશેષ ઉપસ્થિત રહેવાના હતાં. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણીયા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના હતાં. પરંતુ કોરોનાને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ભવિષ્યમાં આ બેઠકોનું ફરી આયોજન કરાશે.

Leave a Reply

Your email address will not be published.