////

ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP, કોંગ્રેસ સહિત TRS ટકરાશે

તેલંગાણામાં ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ પુરી તાકાત લગાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેટલાક મોટા નેતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. મહત્વપૂર્ણ છે કે, ટીઆરએસ શાસિત 150 સભ્યોની GHCM માટે એક ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીમાં ટીઆરએસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.

આ ચૂંટણી ભાજપ માટે હૈદરાબાદમાં પોતાની હાજરી વધારવા તેમજ તેલંગાણાના અંદરના વિસ્તારોમાં વધુમાં વધુ જમીન મેળવવાની એક તક છે. સાથે જ ભાજપના નેતા સાબિત કરવા માંગે છે કે, હવે ટીઆરએસની મુખ્ય વિરોધી કોંગ્રેસ નથી પણ ભાજપ છે. કર્ણાટક સિવાય, ચાર દક્ષિણ રાજ્ય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં ભાજપની વધુ હાજરી નથી, અહી ક્ષેત્રીય દળોની પકડ મજબૂત છે. જોકે, 4 લોકસભા અને 2 વિધાનસભા બેઠક જીતીને ભાજપ તેલંગાણામાં પોતાનો વિસ્તાર વધારવાની આશા કરી રહ્યો છે. આ કારણે જ પાર્ટીએ બિહાર ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવને GHCM ચૂંટણીની યોજના તૈયાર કરવાની જવાબદારી સોપી છે.

આ ઉપરાંત એમએલસી રામચંદર રાવે જણાવ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓનું કેમ્પેઇન કાર્યક્રમ હજુ ફાઇનલ નથી થયો. અમને તેમના પ્રવાસને લઇને પૃષ્ટી થવાની ખબર પડી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ભાજપ ઉમેદવારોના પ્રચાર માટે હૈદરાબાદ પહોચી શકે છે.

આ સાથે જ ભાજપ GHCMની ચૂંટણીમાં યુવાઓને આકર્ષવા માટે મહેનત કરી રહ્યું છે. તેજસ્વી સૂર્યાએ હૈદરાબાદ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને AIMIMના ઔવૈસી બંધુઓ પર પ્રહાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.