////

હાઇકોર્ટની શખ્તાઇ બાદ પોલીસની કાર્યવાહી, ભાજપ નેતા કાંતી ગામીતની ધરપકડ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા કોવિડ ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે. આ વચ્ચે ગઈકાલે ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી પણ વધુ લોકો એકત્રિત થયા હતાં. આ સાથે જ આ સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. જોકે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી પણ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર હવે જાગી છે અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા સોનગઢ પોલીસે આયોજકો અને તેની સાથે સંકળાયેલા 18 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

નોંધનીય છે કે, ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકત્રિત થયા હતાં. આ સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. સાથે જ હજારો લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં. ભાજપના નેતા કાંતિ ગામિત રાજ્યના પૂર્વ આદિજાતિ પ્રધાન અને સુમુલના ડિરેક્ટર છે. તેમના પૌત્રીના સગાઈનો વાઈરલ વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગામિતે માફી માગી હતી. તો બીજી તરફ, સરકારે તેની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા હતાં.

તો બીજી બીજુ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, ભાજપના નેતા કાંતિ ગામિતના પૌત્રીના સગાઈ દરમિયાન મેદની ઉમટી હતી, ત્યારે સરકારે 6 હજારની ભીડ સામે શું પગલાં લીધા. તો રાજ્ય સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો કે, સરકાર દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.