બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. એવી સંભાવના છે કે તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવીને તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીને રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતાં. કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટી LJPના સ્થાપક રામ વિલાસ પાસવાનના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ભાજપે LJPને ન આપતા પોતે જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને સુશીલ મોદીને ટિકિટ આપી હતી. બિહારની આ એક બેઠક પર સુશીલ મોદી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતાં.
राज्यसभा के लिए निर्विरोध चुने जाने पर प्रमंडलीय आयुक्त से निर्वाचन प्रमाणपत्र प्राप्त करते pic.twitter.com/3kf03ptuTR
— Sushil Kumar Modi (@SushilModi) December 7, 2020
સુશીલ મોદી સિવાય અપક્ષ ઉમેદવાર શ્યામ નંદન પ્રસાદે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જે તપાસ દરમિયાન નામંજૂર કરાયું હતું. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસાદને પ્રસ્તાવક તરીકે 243 સભ્યોની વિધાનસભાના ઓછામાં ઓછા 10 સભ્યોનો ટેકો નથી, જે ફરજિયાત છે.
સુશીલ મોદીને મુખ્યપ્રધાન નીતીશ કુમાર સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સુશીલ મોદી એ વિજયનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને NDAના હાજર રહેલા નેતાઓના અભિનંદન સ્વીકારતા ટ્વિટ પણ કરી હતી. આ જીત સાથે એક રેકોર્ડ પણ બન્યો હતો કે સુશીલ કુમાર મોદી રાજ્યના બંને સભાગૃહ અને સંસદના બંને સભાગૃહના સભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
राज्यसभा के लिए निर्विरोध चुने जाने के पश्चात NDA के वरिष्ठ नेतागण के साथ बधाई ग्रहण करते हुए। pic.twitter.com/fgLX5pLMYK
— Sushil Kumar Modi (@SushilModi) December 7, 2020
એવું માનવામાં આવે છે કે મોદી સરકારના સંભવિત કેબિનેટ વિસ્તરણમાં સુશીલ મોદીને તક મળી શકે છે. બિહારના રાજકારણ સાથે સંકળાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, સુશીલ કુમાર મોદી બિહારમાં ભાજપના એક મોટા ચહેરા તરીકે જાણીતા છે. જો તે આ વખતે નાયબ મુખ્યપ્રધાન નહીં બને, તો એક સારી ગોઠવણ કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાં તેમને પાર્ટી મોકલી રહી છે, તો અનુભવને જોતાં મોટી જવાબદારી મળી શકે છે.