/

ભાજપ નેતાને નડ્યો અકસ્માત, કારનો કચ્ચરઘાણ

તમિલ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશ્બૂ સુંદરનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના બુધવારે સવારે મદુરન્થકમ ચેંગલપેટ જિલ્લા પાસે બની હતી. મળતી માહિતી અનુસાર, જે કારમાં ખુશ્બૂ સવાર હતા તે કારને પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે ટક્કર મારી હતી.

આ તકે નેતા ખુશ્બૂએ ટ્વીટ કરીને કહ્યું કે, મલ્લામારુવથુરની પાસે દુર્ઘટના સર્જાતા બચી હતી. તમારા તમામના આર્શીવાદ અને ભગવાનની કૃપાથી હું સુરક્ષિત છું. યાત્રામાં ભાગ લેવા માટે કુડ્ડાલોર તરફ મારી યાત્રા શરું રહેશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભગવાન મુરૂગને મને બચાવી. મારા પતિનો તેમના પર વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published.