/

ભાજપ અગ્રણી નેતાના પુત્રને વગર પરીક્ષાએ નોકરી !

ગુજરાતમાં રાતદિવસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને નોકરી માટે ઉપવાસ આંદોલન કરવા પડે છે LRD ,મહિલાઓ બે મહિના કરતા પણ વધુ સમયથી આંદોલનો કરે છે ત્યારે ભાજપના એક વગદાર નેતાના પુત્રને સરકારી નોકરી મળીએ પણ વગર ઇન્ટરવ્યૂ કે ડિગ્રી વગર જેને લઇને ચર્ચા જાગી છે

ભાજપના મહામંત્રી K.C.પટેલના પુત્રને સરકારી ખાતામાં નોકરી મળી હોવાની વાતે જોર પકડ્યું છે K.C.પટેલ ના દીકરા ને લાયકાત વગર નોકરી કેવી રીતે મળી કોણે આપી નોકરી આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ LRD ભરતી પ્રક્રિયામાં ગોલમાલ મામલા માં મહિનાઓ થી મહિલાઓ રાતદિવસ તડકો છાંયો જોયા વગર આંદોલન કરી રહી છે ત્યારે ભાજપના વગદાર નેતાના પુત્રને કેવી રીતે નોકરી મળી ગઈ તે એક સવાલ ઉઠ્યો છે કોંગ્રેસી ધારાસભ્યએ રાજ્યપાલને એક પાત્ર પાઠવી રજૂઆત કરી છે અને સવાલો ઉઠાવ્યા છે.

પ્રજાના સેવક જ પ્રજાની તિજોરી લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ પત્રમાં કરવામાં આવેલ છે અને સવાલ ઉઠાવ્યો છે કે લાયકાત વગર ભાજપના નેતા K.C.પટેલના દીકરાને U.N.મહેતા હોસ્પિટલમાં કેવી રીતે નોકરી મળી તેમની પાસે કોઈ ડિગ્રી છે તો કઈ ડિગ્રી છે ? ભ્રસ્ટાચારના ઠીકરા બીજા પાર ફોડતા ભાજપના નેતા હવે શકાના ડાયરામાં આવી ગયા છે અને તેમની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જોકે આ વિવાદ ઘણા દિવસથી ચાલતો હતો પરંતુ કોંગ્રેસ હવે આ મુદ્દો લઈ ને LRD અને બિન સચિવાલય પરીક્ષામાં નોકરી વિહોણા બેરોજગારીનો ખભો બનીને આનોલાનને ઉગ્ર બનાવવામાં મદ્દ્દરૂપ થશે કે આક્ષેપ કરનાર પણ ભાજપના ગોટાળાને સમેટી ભાગબટાઈમાં સાથે બેસી જશે તેવા સવાલો હાલ ઘેરાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.