///

ભાજપના આ ધારાસભ્યએ લવ જેહાદ કાયદાની માગ ઉઠાવી

લવ જેહાદ મુદ્દે યુપીમાં બનેલા કાયદાને પગલે ગુજરાતમાં પણ આ કાયદાની માગ ઉઠી રહી છે. ભાજપના જ ધારાસભ્યે આ અંગે માંગણી કરી છે.

ડભોઈના ભાજપના ધારાસભ્યએ લવજેહાદનો મુદ્દો છેડ્યો છે. ભાજપના MLA શૈલેષ મહેતાએ કહ્યું ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધ્યા છે. ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. તે બાદ તેને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. જેને રાજ્યપાલ આનંદીબહેન પટેલે મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાં અનુસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે.

આ કાયદાનું ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુમાં વધુ 3 વર્ષની જેલની સજા થશે. આ સાથે ઓછામાં ઓછો 10 હજાર રુપિયાનો દંડ પણ લાગશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલ્લંઘન કરશે તો તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત ઓછામાં ઓછો 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.