///

દારુબંધીને લઈને ભાજપના સાંસદે નીતિશકુમારને કરી આ અપીલ…

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકારનું ગઠન થઈ જશે. તે પહેલા ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દૂબે દ્વારા નીતિશ કુમારને એક મહત્વની અપીલ કરવામાં આવી છે. તેમણે નીતિશ કુમારને બિહારમાં રહેલી દારુબંધી પર વધારે વિચાર કરવાની માંગ કરી છે. સાથે જ આનાથી રાજ્યમાં ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને કહ્યું છે કે, બિહારના મુખ્યપ્રદાન નીતિશ કુમારને આગ્રહ છે કે, દારુબંધી પર સંશોધન કરે. કેમ કે જેમને પીવું છે એને પીવડાવવું છે તેઓ નેપાળ, બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો રસ્તો અપનાવે છે. જેનાથી સરકારી રાજસ્વને નુકસાન પહોંચે છે. હોટલ ઉદ્યોગ પર અસર પડે છે તથા પોલીસ અને એક્સાઈઝ ભ્રષ્ટાચાર વધે છે.

જોકે દારુબંધીને નીતિશ કુમારના મોટા નિર્ણયોમાંનો એક ગણવામાં આવે છે. આ જ કારણથી તેમણે રાજ્યમાં મહિલા મતદાતાઓ સાથ આપે છે. સાથે જ વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદાતાઓ JDU સહિત NDAને વોટ આપે છે.

અત્રે ઉલ્લખનીય છે કે, નીતિશ કુમારે ગત ચૂંટણી વર્ષ 2015માં દારુ બંધીનો વાયદો કર્યો હતો અને રાજ્યમાં વર્ષ 2016માં તેને અમલમાં મુક્યો હતો. ઉપરાંત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.