પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય રમત શરૂ થઇ ગઈ છે. જેમાં TMCના કેટલાક નેતા BJPમાં સામેલ થઇ ચુક્યા છે. જ્યારે BJPના બંગાળના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા TMCમાં સામેલ થયા છે. ત્યારબાદ ભાજપ સાંસદ સૌમિત્ર ખાને પોતાની પત્નીને તલાક આપવાની તૈયારી કરી લીધી છે.
TMCમાં સામેલ થયા બાદ BJP સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલે કહ્યું કે, હું એક તપશીલ જનજાતિથી આવનારી દલિત મહિલા છું. મેં BJP અને પોતાના પતિ માટે લડાઇ લડી હતી. અમને ટિકિટ મળી અને લોકસભામાં જીત મેળવી. મને લાગે છે કે, BJPમાં હવે માત્ર અવસરવાદીઓને જગ્યા મળી રહી છે. અમે પાર્ટી માટે તે સમયે ઉભા હતા, જ્યારે અમને ખબર પણ નહતી કે તે 2થી 18 બેઠક જીતી જશે. ના કોઇ સુરક્ષા હતી અને ના તો કોઇ બેકઅપ. અમે જનતાના સમર્થનથી લડ્યા અને જીત્યા. મને હજુ પણ લાગે છે કે હું એક લડાઇ લડી રહી છુ પરંતુ મારી માટે BJPમાં કોઇ સમ્માન નહતું.
તો સુવેન્દુ અધિકારીના ભાજપમાં સામેલ થવા પર સુજાતા મંડલે કહ્યું કે, મને ખબર નથી પડતી કે દાગીઓને શુદ્ધ કરવા માટે કઇ રીતના સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. અમે પાર્ટી માટે લડાઇ લડી, એમ વિચારીને કે આ મારા જીવનનો અંતિમ દિવસ હોઇ શકે છે. હવે અમે મમતા બેનરજીના નેતૃત્વમાં લડીશું.
BJP પર કટાક્ષ કરતા સુજાતા મંડલે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં BJPમાં મુખ્યપ્રધાન પદના 6 દાવેદાર અને ડેપ્યુટી સીએમ પદના 13 દાવેદાર છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને તે વડાપ્રધાન જ રહેશે. તે સીએમ ઉમેદવાર નથી. જ્યારે અમે તેમણે નેતૃત્વ વિશે પૂછીએ છીએ તો કોઇ જવાબ મળતો નથી.
તો બીજી બાજુ સુજાતા મંડલના TMC જોઇન કરવાથી તેમના પતિ અને BJP સાંસદ સૌમિત્ર ખાન નારાજ છે, તેમણે સુજાતાને તલાકની નોટિસ મોકલવાની તૈયારી કરી છે. આ સાથે જ સુજાતાના ઘરની સુરક્ષામાં લાગેલા જવાનોને પણ હટાવી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૌમિત્ર ખાન અને સુજાતા વચ્ચે કેટલાક દિવસથી ટકરાવ ચાલતો હતો. પડદા પાછળ ચાલી રહેલી લડાઇ હવે ખુલીને સામે આવી ગઇ છે. પત્નીના TMCમાં સામેલ થવા પર ભાજપ સાંસદ સૌમિત્ર ખાને કહ્યું કે, આ સાચુ છે કે પરિવારમાં મતભેદ હતા, અમે પરિવાર છીએ, લડાઇ થઇ શકે છે પરંતુ તેને રાજકીય રૂપ આપવુ યોગ્ય નથી. મને દુખ છે કે મારા BJPમાં સામેલ થવાને કારણે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી છે. મને પીડા છે કે સુજાતા પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે TMC સાથે જોડાઇ ગઇ.
BJP સાંસદ સૌમિત્ર ખાને કહ્યું કે, તમે સારો નિર્ણય લીધો હશે, પરંતુ પાર્ટી મહત્વપૂર્ણ છે અને મોદી અમારી જીત માટે જવાબદાર છે. યુવા મોર્ચાને અમારી જરૂર છે. BJP કોઇ પારિવારિક પાર્ટી નથી. તમે BJP સાંસદના પત્નીના રૂપમાં સમ્માનિત હતા. તમે મને મત અપાવ્યા છે અને મારી જીતનો ભાગ છો. TMC પરિવારોને તોડી શકે છે પરંતુ હું હવે તેમણે પોતાના નામ અને ઉપનામથી મુક્ત કરૂ છું. હું BJPનો સિપાહી છું અને પદ વગર રહેતા પણ લડતો રહીશ.