//

ભાજપ સાંસદે ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

મધ્ય પ્રદેશના ઉજ્જૈનના ભાજપ સાંસદે ગૃહપ્રધાનને પત્ર લખી કાયદો કડક લઇ આવવા વિનંતી કરી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનના ભાજપ સાંસદ અનિલ ફિરોજિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને લવ જેહાદ સામે સંસદમાં કડક કાયદો લઇ આવવા વિનંતી કરી છે.

આ તકે સંસદ સભ્ય અનિલ ફિરોજિયાએ પત્રમાં લખ્યુ છે કે, “લવ જેહાદના કિસ્સાઓ લગભગ દરરોજ કેટલાક રાજ્યોમાં પ્રકાશમાં આવી રહ્યા છે.”

ઉલ્લેખનિય છે કે દેશમાં જે ઘટના છાશવારે બનતી હતી તે ઘટના હવે દરરોજ કોઇકના કોઇક રાજ્યમાં સામે આવી રહી છે. ત્યારે આવી ઘટનાઓને પગલે દેશમાં કોઇ કડક કાયદો લઇ આવી અને ગુનેગાર સામે શખ્ત થવા મામલે કેન્દ્રિય ગૃહ પ્રધાનને વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.