//

ભાજપના સ્થાપના દિવસે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરી અપીલ

ભાજપાના 40માં સ્થાપના દિન નિમિત્તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત ભાજપના કાર્યક્રતાઓને અપીલ કરી હતી.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના કાર્યકરોને સંબોધન કરતા જે પંચાગ્રહની અપીલ કરી છે તેનું પાલન કરવા ગુજરાતના સૌ કાર્યકર્તાઓને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અપીલ કરી હતી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ સુચવ્યા મુજબ આજે સૌ કાર્યકર્તા પોતે એક ટંકનું ભોજન ત્યજીને પોતાની આજુબાજુ રહેતા ગરીબ લોકો ભૂખ્યા ન સુવે તેની ચિંતા કરી તેમને રાશન કીટ તથા જીવનજરૂરી સામગ્રી પહોંચાડે તેવી અપીલ કરી હતી સાથેજ તંત્ર દ્વારા આફતના સમયે જે પગલા લેવાઈ રહ્યા છે તેમાં ભાજપના તમામ કાર્યકર્તાઓને સહકાર આપવાની રજૂઆત કરી હતી. વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પંચાગ્રહનું તેઓ પણ કાર્યકર્તા તરીકે પાલન કરવાના છે તેમજ આજે એક ટંકનું ભોજન ત્યજીને પોતાના વિસ્તારમાં આજુબાજુમાં રહેતા ગરીબોને રાશન કીટ તથા જરૂરિયાત મુજબની સામગ્રી અર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published.