///

ભાજપના પ્રદેશ પ્રવક્તાએ કોગ્રેસ પર સાધ્યો નિશાન, કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને આપ્યો સણસણતો જવાબ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાના કહેરથી બચવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. દિન-પ્રતિદિન સરકાર દ્વારા જનતા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અનેક વાર સરકારના નિર્ણયોમાં ખામી કાઢે છે જેને લઈને ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા દ્વારા સણસણતો જવાબ આપવામાં આવ્યો છે. ભરત પંડયાએ કહ્યુ કે- કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું બંધ કરે ભરત પંડ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ આમિત ચાવડા ઉપર નિશાનો સાધતા કહ્યું કે અમિત ચાવડા લોક પાલન અને લોકસેવા કરનારાઓની ટીકા ના કરે, અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં કોંગ્રેસ જુઠ્ઠા આક્ષેપો દ્રારા હલ્કી કક્ષાનું રાજકારણ ના કરે. ભરત પંડ્યાએ કહ્યું કે- દેશની જનતા લોકડાઉનનું પાલન કરી રહી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે સતત કામગીરી કરી રહ્યા છે, સમગ્ર સરકારી તંત્ર લોકસેવામાં ખડેપગે ઉભું છે અને સંવેદનશીલ નિર્ણયો લીધા છે ત્યારે લોકોને હકારાત્મક અને આશા દેખાય તેવો સંદેશ આપવો જોઈએ ત્યારે કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ટીકા કરી હલ્કી કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે. તેઓ કહ્યું કે કોંગ્રેસ બે મોંઢાની વાત કરે છે

Leave a Reply

Your email address will not be published.