રાજ્ય ના અનેક તાલુકા જિલ્લા માંભાજપ શાસિત નગરપાલિકાઓ આવેલી છે જેનું વહીવટ ભાજપ સરકારના પદાધિકારીઓ કરી રહ્યાછે ત્યારે બનાસકાંઠા માં આવાસ યોજનાની મૂળ જગ્યા ને બદલે અન્ય જગ્યા પર રાજીવ આવાસ બનાવી મોટું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ થયા છે.સરકારે જે જગ્યા પાર આવાસ બનાવવા આપી હતી હતી તેની બદલે ભાજપના ભ્રષ્ટ પદાધિકારીઓ એ મલાઈદાર જગ્યા માં કૌભાંડ કરી ને ગંદા પાણીના નિકાલ વળી જગ્યા પાર આવાસ બનાવી ને લોકો સાથે છેતરપિંડી કરી હતી જે મામલે સરકાર માં રજૂઆત થતા સરકારે હાલ વિવાદિત આવાસ યોજના વાળી જગ્યા શ્રી સરકાર કરી આપવા નો આદેશ કર્યો છે

પાલિકાએ ઓક્ષી ડૉક્ષી પ્લાંન્ટમાં રાજીવ આવાસ યોજના ઉભું કરી દીધું છે પાલિકાએ પાલનપુરના હરિપુરા ખાતે આવેલા સર્વે નંબર 128/129 જગ્યા માટેની દરખાસ્ત કરી હતી પરંતુ હરિપુરાનો સોનાની લગડી જેવો કટકો ભાજપી આગેવાનોએ મલાઈ તારવવા માટે રાખી દીધો હોવાનું મનાઈ રહ્યું છે સરકારની ગાઈડ લાઈન મુજબ લાભાર્થી પાસેથી 29.000 ડિપોઝીટ પેટે લેવાના છે પરંતુ બનાસકાંઠા પાલિકા લાભાર્થીઓ પાસે થી 62.000 જેવી રકમ ઉઘરાવતી હોવાના સમાચારો સાંપડી રહ્યા છે અને પહોંચો પણ આપવામાં આવી રહી છે

પાલિકાના ગંદા પાણીના નિકાલની જગ્યા છે સદરપુર તે જગ્યા પર પાલિકા એ કૌભાંડ કરીને ત્યાં રાજીવ આવાસ બનાવી લીધા હતા પાલિકાએ કિંમતી જમીન પર મસમોટું કૌભાંડ આચરી લીધા નું સરકારને ધ્યાને આવતા હવે સરકારે જ રાજીવ આવાસ યોજનાને સરકાર હસ્તક કરી લેવાના અથવા પાલિકાના સત્તાધીશો ને કૌભાંડ ના રૂપિયા ફરીથી સરકાર માં ભરી ને લોકો ને ન્યાય આપવો પડે તેવી હાલ પાલિકા સત્તાધીશો ની સ્થિતિ છે.

જોવાનું એ છે કે પાલિકાએ લાભાર્થીઓ પાસે થયો ડબલ રકમ ઉંચકાવી લીધી છે લોકો સાથે છેતરપિંડી કરી છે અને સરકાર ને પણ અંધારા માં રાખી છે બનાસકાંઠા ના જાગૃત નાગરિકો ની માંગ છે કે સરકાર કૌભાંડીઓ સામે છેતરપિંડી ની ફરિયાદ દાખલ કરે અને લાભાર્થીઓ ને પોતાની મૂળ રકમ પરત અપાવે તેવી માંગ હાલ સાબર કાંઠા વિસ્તાર માં થઇ રહી છે