
હાલમાં રાજયસભાની ચૂંટણી પહેલાજ કોંગ્રેસમાં ભંગાણ પડયુ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં પ્રધુમનસિંહ જાડેજાએ ઘસ્ફોટ કર્યો છે કે, ભાજપ મારી શરતો માની લેશે તો હું ભાજપમાં જોડાઇ જઇશે જેને લઇને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસનાં સોમાભાઇ પટેલ અને જે.વી કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હોવાની વાતો જાણવા મળી છે. પરંતુ હવે આ બે સિવાય ત્રીજા ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે. ગઇકાલે કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યો રાજસ્થાનના જયપુર ખાતે ખસેડાયા હતાં. પરંતુ જે.વી કાકરિયા અને સોમાભાઇ પટેલે રાજસ્થાન જવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેમના કોંગ્રેસમાં મોડી રાત્રે રાજીનામું આપ્યુ હોવાની અને પ્રદીપસિંહ જાડેજાને મળયા હોવાનું સામે આવ્યુ છે.
જોકે આ બે ધારાસભ્યો સિવાય પ્રધુમન જાડેજાએ પણ પોતાની તબિયત સારી ન હોવાનું બહાનું બનાવીને જયપુર ખાતેનાં રિસોર્ટમાં જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હવે આનુ શું કારણ હોઇ શકે તે એક પ્રશ્ન છે. અબડાસાના ધારાસભ્ય પ્રધુમન જાડેજાએ જણાવ્યુ હતુ કે, સરકાર જો મારા મુદ્દાઓ અને મારા વિસ્તારનાં કામોની મંજુરી આપશે તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇશ જેથી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, જો ભાજપ તેમની શરતો માની લેશે તો આ ધારાસભ્ય પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ જશે અને ભાજપ સાથે જોડાવાની વાતચીત ચાલી રહી હોવાનું પણ જાણવા મળયુ છે. જો કે હવે કોંગ્રેસનાં એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જશે એવા એંધાણો જોવાઇ રહ્યા છે. ભાજપ તોડફોડની નીતી અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી ભાજપમાં જોડાવા માટેનું આહવાન કરી રહી છે.