///

પેટાચૂંટણી: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે અબડાસામાં

પેટાચૂંટણીને લઇને ભાજપ તથા કોંગ્રેસ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હીથી પરત ફરેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજરોજ અબડાસા વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ કરશે.

સી. આર. પાટીલ અબડાસા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાના સમર્થનમાં યોજાનાર ચૂંટણી પ્રવાસ દરમિયાન ઉમાં વિદ્યાલય હોલ, નખત્રાણા ખાતે જુદી જુદી શ્રેણીબદ્ધ બેઠકોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

જેમાં બપોરના ૩ કલાકે કિસાન મોરચા દ્વારા સી.આર. પાટીલની ફળતુલા, બપોરે 3:15 કલાકે યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક, બપોરે 4 કલાકે કાર્યકર્તા સંમેલનને સંબોધન અને સાંજે 5 કલાકે કચ્છના સાંસદ, ધારાસભ્યો, ભાજપાના અગ્રણીઓ સાથે બેઠક સહિતની ચૂંટણી વ્યવસ્થાપન માટેની પ્રવિધીઓમાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.