////

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને કેન્દ્રીય પ્રધાને કરેલા દાવાથી રાજકારણ ગરમાયું…

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે પાટિલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય પ્રધાને ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે, યાદ રાખજો…આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ઔરંગાબાદ સ્નાતક મતક્ષેત્ર માટે પરભણી શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાવસાહેબ દાનવે પાટિલે કરેલી ભવિષ્યવાણીથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

રાવસાહેબ દાનવેએ કાર્યકર્તાઓને કહ્યું કે, એવું ના વિચારશો કે રાજ્યમાં ભાજપની સરકાર નહી બને. હું તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે, આગામી બે-ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં અમારી સરકાર બનવા જઈ રહી છે. તમે લોકો મારી આ વાત યાદ રાખજો.

સાથે જ તેમણે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, રાજ્યમાં કેવી રીતે ભાજપની સરકાર બનશે? તે હું તમને નહીં જણાવું. હાલ અમે રાહ જોઈ રહ્યાં છીએ કે, વર્તમાન ચૂંટણીઓ સમાપ્ત થઈ જાય.

નોંધનીય છે કે, ગત વર્ષે રાજ્યમાં ઓક્ટોબરમાં થયેલી ચૂંટણી બાદ બિન ભાજપ સરકાર બનાવવા માટે શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રસ વચ્ચે ચાલી રહેલી વાતચીત વચ્ચે ફડણવીસ અને અજીત પવારે રાજભવનમાં જઈને શપથ લઈ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.