/

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ વધારશે કોંગ્રેશની મુશ્કેલી જાણો ભાજપની રણનીતિ

ગુજરાતમાં આગામી દિવસોમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્રારા ઉમેદવારો માટે કમર કસી રહ્યું છે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ 4 પેકી ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો રાખવાનું વિચારી રહી છે રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કાર્ય બાદ મવડી મંડળ વિચાર કરી શકે છે હાલના રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડીયાને રિપીટ કરવાની ગડમથલ ચાલી રહી છે સાધુ સમાજ અને દલિત સમાજનો ચહેરો હોવાથી તેમની તરફ વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપ જો ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ ધારાસભ્યને પણ તક મળે તેમ છે ભાજપ કેન્દ્રના સિનિયર નેતા તરફ પણ કળશ ઢોળી શકે છે હાલ તો ગુજરાત ભાજપમાં શંભુ પ્રસાદના રિપીટના એંધાણ વર્તાય રહ્યા છે જોકે આખરી નિર્ણય મવડી મંડળ નક્કી કરશે તેમ જાણવા મળી રહ્યું છે   

Leave a Reply

Your email address will not be published.