////

GHMC Election Results 2020 : TRS ટોપ પર રહી, ભાજપે ઓવૈસીના પક્ષને પાછળ છોડ્યો

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણીનું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 કલાકથી શરૂ થઈ ગયુ હતું.

આ વચ્ચે 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતાં. દેશના તમામ લોકોની નજર આજની આ નિગમની ચૂંટણીના પરિણામો પર હતી. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી વખતે જે ટ્રેન્ડ આવી રહ્યા હતાં તેમાં ભાજપને લીડ મળી હતી. પરંતુ ત્યારબાદ જેવા પેપર બેલેટની ગણતરી શરૂ થઈ કે ઉલટફેર જોવા મળ્યો હતો અને TRS આગળ ચાલી રહ્યું હતું.

કોણ કેટલી બેઠક જીત્યું

  • BJP 49
  • TRS 56
  • AIMIM 43
  • INC 2

મતમાં ઉલટફેર થયા બાદ TRSને બઢત મળી હતી. ભાજપે બાજી પલટાવી છે અને બાજીગર બની ઉભરી આવી છે. આ વચ્ચે ભાજપની શાનદાર જીત બાદ પ્રશ્ન એ ઉભો થાય છે કે દક્ષિણમાં વધુ એક બાજી ભાજપ મારી શકે છે. કહી શકાય કે કર્ણાટક પછી શું ભાજપ દક્ષિણના બીજા રાજ્યમાં સત્તા મેળવવા કામયાબ થઇ શકશે. ચૂંટણી તો મહાનગરની હતી. પરંતુ તેમાં પણ લોકસભા અને વિધાનસભા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપની દક્ષિણ તરફની મહેનત ક્યાંકને ક્યાંક કામયાબ થતી નજરે પડી રહી છે.

દક્ષિણ મહાનગરપાલિકાની ચૂંટણી એટલે મહત્વની ગણાઇ રહી છે કેમ કે હૈદરાબાદમાં 4 જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં હૈદરાબાદ, મેડચલ-મલકજગિરી. રંગારેડ્ડી અને સંગારેડ્ડી સામેલ છે. આ તમામ જિલ્લાઓમાં 24 વિધાનસભા બેઠક આવે છે. તો તેલંગણાની 5 લોકસભા બેઠક આવે છે.

એ જ કારણ છે કે અહીં ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં કેસીઆરથી લઇને ભાજપ, કોંગ્રેસ અને ઔવૈસીએ દિવસ રાત એક કરી પ્રચાર પ્રસાર કર્યા હતાં. પરંતુ આ વચ્ચે ભાજપ પણ એક મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપના આ શાનદાર પરફોર્મન્સની અસર એ થશે કે દક્ષિણમાં કર્ણાટક બાદ તેલંગણા, તમિલનાડુ અને કેરલમાં ભાજપને રાહત રહેશે જ્યાં ભાજપ અત્યારસુધી સફળ થવા માટે તન તોડ મહેનત કરી રહી છે.

આ વખતે 46.55 ટકા મતદાન થયું હતું. આ વચ્ચે 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાંથી ભાજપે 149 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતાં. TRSએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર રાખ્યા હતાં. કોંગ્રેસ 146 બેઠક પર જ્યારે AIMIMએ 51 બેઠક પર પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતાં. અન્ય પક્ષોમાંથી TDP 106, CPI 17, CPM 12, અપક્ષ 415 અને અન્ય પક્ષોએ 76 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતાં.

2009માં હૈદરાબાદ નિગમની ચૂંટણીમાં 42.04 ટકા મતદાન થયું હતું, જ્યારે 2016માં 45.29 ટકા રહ્યું હતું. પરંતુ આ વખતે ગત બે ચૂંટણી કરતા વધુ મતદાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published.