////

રાજ્યસભા ચૂંટણી : ભાજપે તમામ બેઠક પર જીત મેળવી, સાંસદોની સંખ્યા વધીને 92 પર પહોંચી

રાજ્યસભાની 11 બેઠકોના પરિણામ સોમવારે જાહેર થયા છે. જેમાંથી તમામ 11 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની ગઈ છે.

રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 92 પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસના સાંસદોની સંખ્યા ઘટીની 40 પર પહોંચી છે. બહુમતના આંકડાની વાત કરીએ તો, ભાજપે એકલા હાથે રાજ્યસભામાં બહુમત મેળવવા માટે હજુ વધુ 31 સાંસદોની જરૂર છે.

રાજ્યસભામાં બહુમતનો આંકડો 123નો છે. ભાજપ સાથે તેના NDA સહયોગીઓના આંકડા એક કરી દઈએ તો, સત્તાધીશ પાર્ટીના સભ્યોની સંખ્યા રાજ્યસભામાં 98 થઈ જાય છે. જેમાં AIADMKના 9 રાજ્યસભા સાંસદોને ઉમેરીએ તો આ સંખ્યા 110 થઈ જશે.

કર્ણાટકમાં ભાજપ સાંસદ અશોક ગસ્તીના અવસાનથી ખાલી થયેલી બેઠક પર એક ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં પણ ભાજપના ઉમેદવારની જીત લગભગ નક્કી જ છે. આ પ્રકારે સંસદના શિયાળુ સત્ર પહેલા રાજ્યસભામાં NDAની સ્થિતિ વધારે મજબૂત બની જશે.

સોમવારે રાજ્યસભાના જે પરિણામો જાહેર કરવામાં આવ્યા તેમાં ઉત્તર પ્રદેશમાં 8 અને ઉત્તરાખંડમાં એક બેઠક પર ભાજપના ઉમેદવારે વિજય મેળવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ફાળે 1-1 સીટ આવી છે.

આ સિવાય કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયા અને રાજ બબ્બરનો કાર્યકાળ પણ 25 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આમ, રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદોની સંખ્યા ઘટીને 40થી નીચે 38 પર આવી જશે.

Leave a Reply

Your email address will not be published.