NRCને લઇ ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ભાજપના સાથીદાર અને બિહારના સીએમ નીતીશ કુમારે પોતાનું સેન્ડ ક્લીઅર કર્યું છે. જો કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરને લઇને તેમણે કહ્યું છે કે તેની માટે જે અગાઉ માપદંડ નક્કી છે તેને આગળ વધારવા જોઇએ.

મહત્વની વાત છે કે બિહારમાં ભાજપ અને જેડીયુની ગઠબંધન સાથેની સરકાર ચાલી રહી છે છતાં નીતિશકુમારે કહ્યું કે નવી જોગવાઇઓના ઉમેરાથી લોકોમાં ભ્રમ ઉત્પન્ન થશે. એનપીઆરને લઇને જે માહોલ ઉભો થયો છે કે તે ઠીક વાત નથી. લોકોના મનમાં દુવિધા ઉભી થઇ છે. આ વાતનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.