///

નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપનું ખેડૂત સંમેલન યોજાયુ

નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપના ખેડૂત સંમેલનની શરૂઆત થઈ ગઇ છે. ખેડૂતોમાં જાગૃત્તિ માટે આજથી જન જાગરણ અભિયાન શરૂ કરાયું છે. દેશભરમાં 700 સ્થળોએ ભાજપ ખેડૂત સંમેલન યોજાશે. તો ગુજરાતમાં 10 સ્થળોએ ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. જેના અનુસંધાને આજે ગુરૂવારે બારડોલીમાંથી ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. જેમાં ભાજપના નેતાઓ કૃષિ કાયદાઓ ખેડૂત સુધી પહોંચાડી રહ્યાં છે. તેઓને કાયદા વિશે સમજાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું બારડોલીમાં, રાજકોટના પડધરીમાં કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના કૃષિ પ્રધાન આરસી ફળદુની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મોરવા હડફ સંમેલનમાં ઉપસ્થિત છે.

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, કૃષિ બિલો ને લઈ કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બિલ સંબંધિત સાચી વાતો લોકો જાણે માટે ખેડૂત સંમેલનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગે ખેડૂતો બિલની સાથે સહમત છે. સરકાર જે આશય સાથે બિલ લઇ આવી છે. આ અંગે વાતો ખેડૂતો સાથે કરવામાં આવશે. આ કાયદાથી ખેડૂતોને નુકશાન થતું હોય અથવા સંભાવના હોય તો સરકાર આ માટે સાંભળવા અને સમજવા માટે તૈયાર છે. માંગણીઓ એવી છે કે આ બિલ પરત ખેંચો. આ આંદોલન ખેડૂતોના હિત માટેનું નથી. ભારતના સાંસદમાં કાયદાને પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પરત લેવા વિરોધ થાય તો આ યોગ્ય ન કહી શકાય. MSP સંબંધી કોઇ પ્રશ્નો મને ભૂતકાળમાં મળ્યા નથી. મોદી સાહેબે આ નિર્ણય કર્યા બાદ બધાને MSP યાદ આવ્યું છે. કોન્ટ્રાકટ ફાર્મિંગના કોઈ પ્રશ્ન જમીન સંબંધિત સામે આવે તેમ નથી. કાઠિયાવાડમાં પણ કોન્ટ્રક ફાર્મિંગથી ખેતી થાય છે.

કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથે રાજકોટ અને જામનગરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યાં છે. ખેડૂતોએ કેન્દ્રીય પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. કૃષિ સુધારા બિલ 2020ને સમર્થન આપવા અને ખેડૂતોને બિલ અંગે સાચી માહિતી આપવા આ સંમેલનનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published.