/

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કોળી-ઠાકોર ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા આદેશ

આગામી 26મી માર્ચે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન ગાંધીનગર ખાતે થવાનું છે રાજકીય દાવપેચ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના મળી કુલ પાંચ ઉમેદવારએ પોતાની રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવાઇ છે ત્યારે કોંગ્રેસ માંથી પાંચ ધારાસભ્યો એ ભાજપના સમર્થનમાં રાજીનામાં આપી દીધાની વાત છે તો હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર વાક્યુદ્ધ ચાલી રહ્યું છે બન્ને પક્ષ પોતાના જીતના દાવા કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી પણ પોતાની તાકાતથી જીતી જશે તેવો દાવો કરતા હતા.

હવે ભરતસિંહ સોલંકીને જીતાડવા કોળી સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને સમાજમાં એક ઠરાવ કરી કોળી સમાજના ધારાસભ્યોએ ભરતસિંહ સોલંકીને જીતાડવા નું નિશ્ચિત કર્યું છે. કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયા પણ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને મત આપશે તેવો નિર્ણય પણ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપ ના ધારાસભ્ય કુંવરજી બાવળીયા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેથી પોતાની જ આગેવાની માં નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.