/////

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં બ્લેક ફંગસનો પ્રકોપ વધ્યો

કોરોનાથી સ્વસ્થ દર્દીઓ પર બ્લેક ફંગસ બીમારીનું સંકટ વધી રહ્યું છે, ત્યારે કોરોનાથી પ્રતિદિવસ હજારોની સંખ્યામાં લોકોના મોતના હાહાકાર વચ્ચે બ્લેક ફંગસ નામનો ઘાતક રોગ પ્રકોપ વધારી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજસ્થાન સરકારે બ્લેક ફંગસને મહામારી પણ જાહેર કરી દીધો છે.

દેશના ટોપ ડોક્ટર પણ કહી રહ્યાં છે કે, આ ઘાતક હોવાની સાથે-સાથે ઝડપી ફેલાઈ રહ્યો છે. રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ બ્લેક ફંગસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

એઈમ્સના ન્યૂરોલોજી વિભાગના મુખ્ય ડૉક્ટર એમ.વી. પદ્મ શ્રીવાસ્તવનું કહેવું છે કે, બ્લેક ફંગસના કેસોમાં ખુબ જ ઝડપી વધારો થઈ રહ્યો છે. અમને પ્રતિદિવસ બ્લેક ફંગસના 20 કેસો મળી રહ્યાં છે. જ્યારે આ કેસોની સંખ્યા 100થી વધારે થઈ ચૂકી છે. અમે એઈમ્સના ટ્રોમા સેન્ટર અને ઝાજ્જરમાં અલગથી મ્યૂકર વોર્ડ પણ બનાવ્યા છે.

રાજસ્થાનમાં બ્લેક ફંગસના કેસ ઝડપી રીતે વધી રહ્યાં છે. જેથી લઈને રાજસ્થાનની ગહેલોત સરકારે બ્લેક ફંગસને મહામારી તરીકે જાહેર કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર માત્ર રાજસ્થાનમાં જ બ્લેક ફંગસના 100 કેસ આવી ચૂક્યા છે. રાજ્ય સરકારે આની સારવાર માટે અલગથી વોર્ડ પણ બનાવ્યા છે.

દિલ્હીમાં પણ આ બિમારીના અનેક કેસ સામે આવ્યા છે. મેક્સ હોસ્પિટલમાં બ્લેક ફંગસના 25 કેસ, સર ગંગારામમાં 40 કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. મૂલચંદ હોસ્પિટલમાં બ્લેક ફંગસના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની જાણકારી છે.

જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કિંગ્સ જોર્જ કોલેજમાં બ્લેક ફંગસના 50 કેસ છે. પાછલા 24 કલાકમાં 9 નવા કેસ સામે આવ્યા છે. તો મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં નેજલ એન્ડોસ્કોપી અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે, જેથી વધારેમાં વધારે બ્લેક ફંગસના કેસો ડિટેક્સ થઈ શકે.

આ સિવાય મહારાષ્ટ્રના નાગપુરમાં બ્લેક ફંગસના લગભગ 300 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે સાત દર્દીઓના તેના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધી બે લોકોના બ્લેક ફંગસના કારણે જીવ ગયા હોવાના સમાચાર છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું છે કે, અત્યાર સુધી રાજ્યમાં બ્લેક ફંગસના 115 કેસ સામે આવી ચૂક્યા છે.

ગુજરાતમાં પણ હાલ મુખ્ય ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં જ 1100થી વધુ દર્દીઓ છે અને દરેક જિલ્લાઓમાં કેસો નોંધઈ રહ્યા છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ 470થી વધુ કેસ છે અને રોજની 22થી 25 સર્જરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ ઈએનટી બિલ્ડીંગમાં જ 8 વોર્ડ છે અને જેમાં 6 વોર્ડ પ્રી ઓપેરિટિવ રૂટિન પેશન્ટ વોર્ડ છે જ્યારે બે વોર્ડ પોસ્ટ ઓપરેટિવ વોર્ડ છે.પાંચ ઓપરેશન થીયેટર વોર્ડ છે. સિવિલ હોસ્પિટલમાં જ 400થી વધુ દર્દીઓ છે અને આજે 25 નવા દર્દીઓ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.