/

3.50 કરોડના ખર્ચે ભારતવર્ષમાં સૌ-પ્રથમ બનશે બ્લેક ગ્રેનાઇટની હનુમાનજીની મૂર્તિ જાણો વિશેષતાઓ

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિરે હનુમાનજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ થશે 500 ટન થી વધુ વજન ધરાવતી અને 54 ફૂટ ઊંચી પરાક્રમી સ્વરૂપ મૂર્તિનું નિર્માણ સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં થશે. બ્લેક ગ્રેનાઈટ માંથી અદભુત મૂર્તિ તૈયાર થશે જેની સ્થાપના આગામી હનુમંજયંતીના દિવસે કરવામાં આવશે. જેની શીલા રાજસ્થાનથી અમદાવાદ ખાતે લાવવામાં આવી અને આ શીલાનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું.

બોટાદના સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિનું અનાવરણ એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. મૂર્તિ બનાવવા માટે ખાસ ગ્રેનાઇટનો પથ્થર રાજસ્થાનથી મગાવવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ગુજરાતમાં પ્રથમવાર બ્લેક ગ્રેનાઈટની હનુમાનજીની પ્રતિમા બનશે. આ મૂર્તિ બનાવવામાં માટે બ્લેક ગ્રેનાઈટનો 210 ટનનો પથ્થર રાજસ્થાનથી ખાસ મંગાવાયો છે. મૂર્તિ બનાવવાનો ખર્ચ 3.50 કરોડનો થશે.

મૂર્તિની વિશેષતાઓ

મૂર્તિની પહોળાઈ : 24 ફૂટ
મૂર્તિની જાડાઈ : 10 ફૂટ
મૂર્તિની કુલ ઉંચાઈ : 58 ફૂટ
ગદાની ઊંચાઈ : 24 ફૂટ
ગદાની પહોળાઈ : 13 ફૂટ

હનુમાનજીની મૂર્તિ બનાવા માટેનો મુખ્ય પથ્થર 210 ટનનો હશે. પથ્થર બ્લેક ગ્રેનાઈટ રાજસ્થાનના ભીલવાડાથી મંગાવાયા છે આ મૂર્તિ બનાવવા માટે લગભગ 750 ટન બ્લેક ગ્રેનાઈટ વપરાશે. આ મૂર્તિ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં તૈયાર થશે. હનુમાન દાદાની આ પ્રતિમા 1000 વર્ષ સુધી આવી જ રહશે. બ્લેક ગ્રેનાઈટ ખાસ પ્રકારના લેબ ટેસ્ટમાંથી પસાર થાય છે મૂર્તિને કુલ 8થી 10 ભાગમાં બનાવાશે. મૂર્તિ બનાવવા માટે 80થી 100 શિલ્પીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે.

ભારત વર્ષની સૌ પ્રથમ બ્લેક ગ્રેનાઈટની મૂર્તિને કુલ 8થી 10 ભાગમાં બનાવવવામાં આવશે. તેની ઉંચાઈ 28 ફૂટ અને પહોળાઈ 13 ફૂટની રાખવામાં આવશે. સુંદર શણગારવાળી દાદાની મૂર્તિ તૈયાર કરાશે. મૂર્તિનો પ્રથમ પથ્થર પગનો રહેશે જેનું વજન 210 ટનનું હશે. તેમજ બીજા પથ્થર 56 ટનથી વધુ વજનના રહેશે. આ ભવ્ય મૂર્તિનું નિર્માણ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળાના અને સાથે જ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખમાં થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.