//

મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2ના મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખોપોલી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 2નું મોત જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.

દેશમાં એક બાદ એક બ્લાસ્ટ થવાની ઘટના બંધ થવાનું નામ નથી લઇ રહી તેમ હવે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખોપોલી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં એકા એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયાનું સામે આવ્યુ છે.

આ ઘટનાને પગલે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યૂ ઑપરેશન શરુ કર્યું છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ગઇકાલે જ પરાણા પાસે કાપડની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જેની 24 કલાક પણ નથી થઇ ત્યાં દેશમાં બ્લાસ્ટની બીજી ઘટના સામે આવી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટને પગલે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published.