//

રાજપથ કલબ નજીક BMW કારએ સર્જ્યો અકસ્માત

એસજી હાઇવે પર રાજપથ કલબ નજીક ડાઈવર્ઝનના બોર્ડ સાથે BMW કાર ધડાકાભેર અથડાઇ હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. આ સમગ્ર મામલે કોઈને ઇજા પહોંચી ન હતી. પરંતુ અકસ્માત કરનાર યુવાન સ્થળ પરથી નાશી છુટ્યો હતો.

રાજપથ કલબ ત્રણ રસ્તા પાસે સરકારી કામ ચાલુ હોવાથી રોડ પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. શનિવારે મોડી રાત્રે 2 કલાકની આસપાસ રાજપથ કલબ પાસે ડાઈવર્ઝનના બોર્ડ સાથે BMW કાર પુરઝડપે ટકરાઈ હતી.

જોકે અકસ્માત બાદ BMW કારમાં સવાર યુવકને કોઈ ગંભીર ઇજા પહોંચી નહતી. સ્થાનિક લોકો કઈ સમજે તે પહેલાં જ ઘટના સ્થળ પરથી યુવક ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.