///

મંગલુરૂમાં બોટ પલટી દુર્ધટના : 2 માછીમારો મળી આવ્યા, હજુ પણ 4 લાપતા

કર્ણાટકમાં ગઇકાલે મંગળવારે વહેલી સવારે એક બોટ અકસ્માતની ઘટના બની હતી. જેમાં મંગલુરૂ દરિયાકાંઠે બોટ પલટી મારી ગઇ હતી.

કર્ણાટકના મંગલુરૂના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં બોટ પલટી મારી ગઇ હતી. જેમાં બોટમાં સવાર 16 લોકોનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યાં હતાં. જ્યારે આ ઘટનામાં 6 માછીમારો લાપતા હતા જેની શોધખોળ કરવામાં આવી રહી હતી. જેમાંથી 2 માછીમારો મળી આવ્યા છે જ્યારે હજુ 4 માછીમારો લાપતા છે. જેની શોધખોળ ચાલુ છે.

આ ઘટના સમયે બોટમાં 22 માછીમારો સવાર હતાં. હાલમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ ગત મહિને નવેમ્બરમાં બિહારમાં બોટ પલટવાની ઘટના બની હતી. જેમાં 100 લોકો સવાર હતાં. જેમાંથી 5 લોકોના મોત નિપજ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.