/

ઉત્તરપ્રદેશમાં બોલેરો કાર પલટી ખાતા 6ના મોત

ઉત્તરપ્રદેશમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો કાર પલટી ખાતા 6 લોકોના મોત નિપજ્યા હતાં.

નેશનલ હાઈવે-233 પર મધુબેનિયા કસ્બની પાસે બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતાં જેમાંથી 5 લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યુ છે. જ્યારે આ ઘટનામાં 4 લોકો ઘાયલ પણ થયા છે.

મૃત્યુ પામનારાઓમાં આઠ વર્ષની શિવાંગી, ત્રણ વર્ષના હિમાંશુ, 16 વર્ષના ઉમેશ, 52 વર્ષના સાવિત્રી દેવી, 67 વર્ષના સરસ્વતી અને 45 વર્ષના કમલાવતી સામેલ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પહોંચેલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ શુકલાએ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ખાતે દાખલ કરાવ્યા હતાં. અકસ્માત બાદ DM દીપક મીણા, SP રામ અભિલાષ ત્રિપાઠી પણ જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘાયલોની સ્થિતિ જાણી હતી.

Leave a Reply

Your email address will not be published.